Nandlal Aavjo Ho Aaje Ekadashi Lyrics || Gujarati Ekadashi No Thal || નંદલાલ આવજો હો આજે એકાદશી || LYRICSHUBINDIA

નંદલાલ આવજો હો આજે એકાદશી આનંદ કરાવજો, હો આજે એકાદશી
ગોવાળ ના ગોઠીયા સાથે લઈ આવજો,
ગોપીઓ સાથે રાણી રાધિકાને લાવજો,
રાસ રચાવજો, હો આજે એકાદશી

કેળુ ના સ્તંભ વાલા આંગણે રોપાવજો,
બારણે બારણે તોરણ બંધાવજો,
પ્રેમે પધારજો, હો આજે એકાદશી

મેવા મીઠાઈના થાળ ભરી લાવશુ,
તમને ખવડાવીશ, હો આજે એકાદશી,
છે પ્રેમ થી આવજો, હો આજે એકાદશી

ગૌરી તે ગાયના દૂધ મંગાવશુ,
સોના વાટકડીમાં દૂધ સાકર ઘોળશુ,
પ્રેમે પીવડાવશુ, હો આજે એકાદશી

જલે રે જમનાજીની ઝાળી ભરી લાવ,
મુખવાસ આપશું, હો આજે એકાદશી

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping