
પરથમ પહેલાં સમરીયે રે, સ્વામી ! તમને સુંઢાળા.. હાં.. હાં.. હાં..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા ! ઋષિમુનિના આગેવાન મારા દેવતા !
મહેર કરોને મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા,
માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં, એ.. પારવતી રે, સ્વામી તમન સુંઢાળા.
પિતાજી રે શંકર દેવ, દેવતા ! મહેર કરોને મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા,
ઘી રે સીંદુરની રે હાં હાં હાં, એ.. સેવા ચડે રે સ્વામી ! તમન સુંઢાળા,
ગળામાં ફુલડાના હાર મારા દેવતા ! મહેર કરો મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા,
કાનમાં કુંડળ હાં હાં હાં, એ… ઝળહળે રે સ્વામી ! તમન સુંઢાળા,
કંઠે મોતીડાંની માળ મારા દેવતા ! મહેર કરો મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
રાવત રણશીની વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા,
રાવત રણશીની હાં હાં હાં, એ… વિનતિ રે સ્વામી ! તમન સુંઢાળા,
ભગતોને કરજો સહાય મારા દેવતા ! મહેર કરો મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦