♪ Intro
પ્રેમ તારી વાંસળીના સૂર જેવો મીઠો
લાગે વહાલો, લાગે ન્યારો
આ પ્રેમના સાગરને આપે જે સથવારો
છે તું એવો કોઈ કિનારો
કલ્પનાથી અધિક તારું પ્રિય મુખ રે
મુગ્ધ કરે મને તારુ આ સ્વરૂપ રે
કરે મન તારું મને સંમોહન
હું તારી રાધા ને તું મારો મોહન
પ્રેમ તારી વાંસળીના સૂર જેવો મીઠો
લાગે વહાલો, રાગે ન્યારો
♪ Rap
હા હુ મોહન, તું મારી રાધા
પ્રભું પાસે માંગુ એક બાધા
ના છૂટે આપડું આ બંધન
અમર રેસે તારી મારી ગાથા
તું ભૂલે ના ભૂલે
મારુ મનડું મુજાય
જ્યારે તું દૂર જાય, હૈયું ગોઠે વળી જાય
જ્યારે તું દુઃખી થાય
મારી આંખો ઉભરાય
જ્યારે તું ખુશ થાય
મોજ ના મોજા છલકાય
હા તું લાગે મને જાણે જેમ ધીરજ નું ફળ
તારા વિના વિતે નહિ મારું એક પણ ક્ષણ
તારા વિના લાગે નહીં મારું કયાંય પણ મન
હા, તું જ રજવાડુ ને તુ જ મારું ધન
♪ Antro
આંખો મારી શણગારું તારા સપનાઓથી
લાગણી થી વધાવું દિલ ના રસ્તાઓ થી
એક તમે છો મારી છેલ્લી આશા
તારા પ્રેમ માં ગાંડી થઈ આ તારી રાધા
મારી આંખો માં ચમકતું નૂર તું જ રે
તારા વિના મારે રેહવું કેમ દૂર રે
કરે મન તારું મને સંમોહન
હું તારી રાધા ને તું મારો મોહન