જમુના જળમાં કેસર ઘોળી,
સ્નાન કરાવું શામળા,
હલકે હાથે અંગો ચોળી,
લાડ લડાવું શામળા।
અંગો લુંછી આપું, વસ્ત્રો
તેલ સુંગધી નાખી આપું,
જમુના…
પીળું પીતાંબર પ્યારમાં,
વાંકડિયા તુજ વાળામાં,
જમુના…
કુમકુમ કેરાં તિલક સજાવું,
ત્રિકમ તારા ભાલમાં,
અલબેલી આંખોમાં આંજુ,
અંજન મારા વાલમાં,
જમુના…
હસતી જાઉં વાતે વાતે,
નાચી ઊઠું તાલમાં,
નજર ન लगे મારા શ્યામસુંદરને,
ટપકાં કરી દઉં ગાલમાં,
જમુના…
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે,
કરમાં કંકણ વાલમાં,
કંઠે માળા કાનમાં કુંડળ,
ચોરે ચિતડું ચાલમાં,
જમુના…
મોર મુગુટ માથે પહેરાવું,
મોરલી આપું હાથમાં,
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા,
વારી જાઉં તારા વ્હાલમાં,
જમુના…
દુધ કટોરી ભરીને આપું,
પીવોને મારા શામળા,
ભકત મંડળ નિરખી શોભા,
રાખો ચરણે શામળા,
જમુના…