Shree Krishna Sharanam Mamah Lyrics || Krishna Bhajan || Gujarati Bhajan || શ્રી કૃષ્ણ: શરણં મમ્…. || LYRICSHUBINDIA

શ્રી શ્રી

કૃષ્ણ: શરણં મમ્….,કૃષ્ણ: શરણં મમ્….
કૃષ્ણ: શરણં મમ્….,કૃષ્ણ: શરણં મમ્….

કદમ કેરી ડાળો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
જમુના કેરી પાળો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

વ્રજ ચોરાસી કોષ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કુંડકુંડની સીડીઓ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કમલ કમલ પર મધુકર બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
ડાળ ડાળ પર પક્ષી બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
વૃંદાવનનાં વૃક્ષો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
ગોકુળિયાની ગાયો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કુંજ કુંજ વન ઉપવન બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્…

વૃજભૂમિનાં રજકણ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
રાસ રમતી ગોપી બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

ધેનુ ચરાવતા ગોપી બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
વાજાં ને તબલામાં બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
શરણાઈને તંબુરમાં બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

નૃત્ય કરતી નારી બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કેસુર કેરી કયારી બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
આકાશે પાતાળે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

ચૌદ લોક બ્રહ્માંડે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

ચંદ સરોવર ચોકે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

પત્ર પત્ર શાખાએ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
આંબો લીબું ને જાંબુ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

વનસ્પતિ હરિયાળી બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
જતીપુરના લોકો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

મથુરાજીના ચોબા બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
ગોવર્ધન શિખરે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
ગલી ગલી ગહવરન બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
વેણુસ્વર સંગીતે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કળા કરતાં મોર બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
પુલિન કંદરા મધુવન બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
શ્રી જમુનાજીની લહેરો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
આંબા ડાળે કોયલ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
તુલસીજીના કયારા બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

સર્વ જગતમાં વ્યાપક બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
વિરહી જનનાં હૈયાં બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કૃષ્ણ વિયોગે આતુર બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
વલભી વૈષ્ણવ સર્વે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
મધુર વીણા વાજિંત્રો બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
કુમુદિની સરોવરમાં બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
ચંદ્ર સૂર્ય આકાશે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

તારલિયાનાં મંડળ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
અષ્ટ પ્રહર આનંદ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
રોમરોમ વ્યાકુળ થઈ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
મહામંત્ર મા માંહે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
જુગલ ચશ્રણ અનુરાગે બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
શ્રી કૃષ્ણ: શરણં મમ્….
શ્રી કૃષ્ણ: શરણં મમ્….

શિવ સનકાદી નારદ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….

ધ્રુવ પ્રહલાદ બાદ બોલે….,શ્રી કૃષ્ણ: શરણં મમ્….
શ્રી કૃષ્ણ: શરણં મમ્….
શ્રી કૃષ્ણ: શરણં મમ્….

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping