પદમાં || Padmaa Lyrics || Pankaj Mistry || Gujarati New Song || Jackie Gajjar || LYRICSHUBINDIA  

પણ પદમાં પદમાંએ
ચોપાટ પાથરી અરે રે જોન ખેલવા પ્રીત્યું ના ખેલ
પણ માંગડો માંગડો રમે રણ મેદાનમાં
અરે રે આજ જીવન મરણના ખેલ
અરે રે આજ જીવન મરણના ખેલ

મામા મારી પદમાંને કહેજો મારા છેલ્લા રામ રામ
આ ખોળીએથી જીવ જાતો રેશે માણારાજ
મામા અધૂરી રહેશે એની મારી પાકી પ્રીત
આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ

મામા મારી પદમાંને કહેજો મારા જાજા કરીને જુહાર
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ

અધૂરી રે મારી પ્રીતડી રે માણારાજ

પણ વહમાં વાયા વાયરા
અરે રે મામા કેમ કરી આડો થવ કે મારી પદમાં

પદમાં જોડે હોત તો
અરે રે એના ખોળામાં દેહ છોડી દઉં

અરે રે એના ખોળામાં દેહ છોડી દઉં

આટલા હશે એના મારા જોડે રેવાના લેખ
એને કહેજો રડી રડી દુખી ના થાતી માણારાજ

મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે
બારણીએ બેસી જોશે વાટડી રે માણારાજ

મામા મન જોશે નહીં તો રોશે આહુડાની ધાર

ઝરૂખે બેસી જશે વાટડી રે માણારાજ
કે આ ખોળીએથી જીવ જાતો રેશે રે માણારાજ

પણ તારું મારું કઈ હાલ્યું નહીં

અરે રે મારા રામને ગમ્યું એ થયું
કે પણ વેરાણ વેરાણ થયો દાડો આ

અરે રે આ તો કાળનું ચોઘડિયું રમી ગયું
અરે રે આ તો ચોઘડિયું રમી ગયું

મામા અધ વચ્ચે તૂટી મારા પ્રેમની દોર
વિખૂટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ
ભલે પૂરા ના થયા તારા મારા પ્રેમના લેખ
મને યાદ કરી ના રડતી

રે માણા રાજ મામા મારી પદમાંને જઈને તમે કહેજો આટલી વાત
આવતા ભવે ફરી મળશું રે માણારાજ
પદમાં આવતા હવે પાછા ફરી મળશું રે માણારાજ

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping