મારી શેરીએથી કાનકુંવર Lyrics | Hasmukh Gohil Bhajan | Jay Shri Krishna Song.

Hasmukh Gohil | Jay Shri Krishna Bhajan

મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.

તો ઝબકીને જોવા નીસરી રે લોલ,
ઊળ્યાંનાં અંબર વીસરી રે લોલ.

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ,
ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ.

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ,
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ.

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ,
મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ.

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યાં રે લોલ,
તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યાં રે લોલ.

હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યાં રે લોલ,
કેંઠેથી કોળીયો ન ઊતર્યાં રે લોલ.

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ,
કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ.

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ,
ચારેય દશ્ય નજર ફેરતી રે લોલ.

એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ,
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ.

મારી ઘેલી સાસુને ઘેલા સાસરા રે લોલ,
રે ગાયું વાંહે દોયાં વાછરાં રે લોલ.

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ,
મોતડિયાં નથી આવતાં રે લોલ.

મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ,
નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ.

મારી માતા તે મૂરખ માવડી રે લોલ,
ઉમેરીને શીદ કરી આવડી રે લોલ.

મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.

Description:-Complete ‘મારી શેરીએથી કાનકુંવર’ lyrics by Hasmukh Gohil. A captivating Gujarati Jay Shri Krishna bhajan.

KEYWORD:- મારી શેરીએથી કાનકુંવર Lyrics,Gujarati Krishna Bhajan,Hasmukh Gohil Bhajan

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping