હે ધન્ય ધન્ય દ્વારિકાવાડા સુંદરવર શામળિયા
મારા રાજા ધિરાજ રૂપાળા સુંદરવર શામળિયા
હે તારું દેવળ ગગન માં ગાજે સુંદરવર શામળિયા
તારા દરવાજે નોબત વાગે સુંદરવર શામળિયા
હે જેનું દરિયા નાગાડાં વગાડે સુંદરવર શામળિયા
તારી ગોમતી પાવલા પખારે સુંદરવર શામળિયા
હે તારી ધોળી ધજાયું ફરકે સુંદરવર શામળિયા
તારું ઊંચું મંદિરીયુ ઝળકે સુંદરવર શામળિયા
હે તારા દર્શન થી દુખડા જાયે સુંદરવર શામળિયા
હૈયે હૈયે આનંદ છલકાયે સુંદરવર શામળિયા
હે ધન્ય ધન્ય દ્વારિકાવાડા સુંદરવર શામળિયા
મારા રાજા ધિરાજ રૂપાળા સુંદરવર શામળિયા
છપ્પન સીડીયો લાગે છે મને વ્હાલી સુંદરવર શામળિયા
તારી લીલા છે જગ માં ન્યારી સુંદરવર શામળિયા
હે દોડી દોડી દ્વારિકા આવું સુંદરવર શામળિયા
તારા ચરણે હું શીશ નમાવું સુંદરવર શામળિયા
હે ધન્ય ધન્ય દ્વારિકાવાડા સુંદરવર શામળિયા
મારા રાજા ધિરાજ રૂપાળા સુંદરવર શામળિયા
બોલો દ્વારિકા ધીશ કી જાય
રાધે શ્યામ
રાધે શ્યામ
રાધે શ્યામ
રાધે શ્યામ
રાધે શ્યામ