Hasmukh Gohil | Jay Mataji Bhajan
હો રંગરસિયા,
હો રંગરસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો?
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો.
આજ અમે ગયા, તા સોનીડાને હાટ જો,
આ ઝાલ ઝૂમણાં વહોરતાં ને વહાણલાં વાહી ગયા.
હો રંગ…
આજ અમે ગયા, તા મણિયારાને હાટ જો,
આ ચૂડલડો ઊતરાવતાં,
વહાણલાં વાહી ગયા.
હો રંગ…
આજ અમે ગયા, તા કસુંબીને હાટ જો,
આ ચૂંદલડી વહોરતાં ને,
વહાણલાં વાહી ગયા.
હો રંગ…
આજ અમે ગયા, તા મોચીડાને હાટ જો,
આ મોજડિયું મૂલવતાં ને,
વહાણલાં વાહી ગયા.
હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો?
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો.
DESCRIPTION :-Complete હો રંગરસિયા lyrics by Hasmukh Gohil. A mesmerizing Gujarati Jay Mataji bhajan with full verses.
KEYWORD:- હો રંગરસિયા Lyrics,Hasmukh Gohil Bhajan,Gujarati Jay Mataji Bhajan.