Kanku Chanti Kankotri Lyrics || Gujarati Lagangeet Lyrics || કંકુ છાંટી કંકોતરી || LYRICSHUBINDIA

કંકુ છાંટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે,
માણેકથંભ રોપિયો

કેસર છાંટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે,
માણેકથંભ રોપિયો

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે,
માણેકથંભ રોપિયો

બીજી કંકોતરી મામા ઘેર મોકલી
મામા હોંશે મોસાળુ લઈ આવો રે,
માણેકથંભ રોપિયો

કંકુ છાંટી કંકોતરી મોકલી
કેસર છાંટી કંકોતરી મોકલી
કંકુ છાંટી કંકોતરી મોકલી

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping