Maa Sheri Vadavi Lyrics || Gujarati Garba || Navaratri Special Garba || LYRICSHUBINDIA

માં શેરી વળાવી સજ્જ કરું,
આંગણિયે ફૂલડાં વેરાવું અમારે ઘેર આવો ને,માં શેરી વળાવી….

માં ઉતારા દેશું,
ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ,
મારે ઘરે આવો ને…,માં શેરી વળાવી

માં દાતણ દેશું દાડમી
ઘરે આવો ને,
દેશું કણેરી કાંબ,
મારે ઘરે આવો ને…,માં શેરી વળાવી

માં નાવણ દેશું કુંડિયું
ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર,
મારે ઘરે આવો ને…,માં શેરી વળાવી

માં ભોજન દેશું લાપશી
ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર,
મારે ઘરે આવો ને.,માં શેરી વળાવી

માં રમત-દેશું સોગઠી
ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ,
મારે ઘરે આવો ને…,માં શેરી વળાવી

માં પોઢણ દેશું ઢાલિયા,
ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ,
મારે ઘરે આવો ને…,માં શેરી વળાવી

માં મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
રે અમને તેડી રમાડ્યા રાસ,
મારે ઘેર આવો ને…,માં શેરી વળાવી

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping