નાણાવટી રે સાજન બેઠું માંડવે Lyrics || Nanavati Re Sajan Bethu Lyrics || Lagangeet Lyrics || LYRICSHUBINDIA

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા

એવા જીગરભાઈના દાદા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ગુલાબ કેરા ગોટા

એવા જીગરભાઈના પિતા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી

એવી જીગરભાઈની માડી

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા

એવા જીગરભાઈના કાકા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા લીલુડાં વનના આંબા

એવા જીગરભાઈના મામા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા

એવા જીગરભાઈના વીરા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વેલી

એવી જીગરભાઈની બેની

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping