Pehlu Pehlu Mangaliyu Lyrics || Gujarati LaganGeet || પહેલું પહેલું મંગળિયું Lyrics || LYRICSHUBINDIA

પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે

બીજું બીજું મંગળિયું વરતાય રે
બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે
માંડવડામાં મંગળ ગીતો ગવાય રે
સૌને હૈયે અતિ હરખ ન માય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે

ચોથું ચોથું મંગળિયું વરતાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે
શુભ દિન આજે શુકનનો કહેવાય રે

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping