તુલસીનો પાંદ ક્યાંથી લાવું હો શ્યામ મારો તુલસી રે માંગે
તુલસી રે માંગે શ્યામ તુલસી રે માંગે
તુલસી વિના નો જમે, હો શ્યામ મારો તુલસી રે માંગે
તુલસીજીનો છોડ મારા પાડોશીને આંગણે,
એક પાંદડું ના તોડવા દે, હો શ્યામ મારો તુલસી રે માંગે
તુલસીનું પાંદ ક્યાંથી લાવું હો શ્યામ મારો તુલસી રે માંગે
તુલસીનો છોડ મારા સગુણાબેનના આંગણે,
એક પાંદડું ના તોડવા દે, હો શ્યામ મારો તુલસી રે માંગે
તુલસીનો છોડ મારા કંચનબેનના આંગણે,
એક પાંદડું ના તોડવા દે, હો શ્યામ મારો તુલસી રે માંગે
શ્યામ માટે મેં તો તુલસી રોપાવ્યા,
તુલસી શ્યામ ના લગનીયા લેવડાવ્યા, હો શ્યામ મારો તુલસી રે માંગે
મહિલા મંડળે લગનીયા લેવડાવ્યા
મંગળ ગીત ગવડાવ, હો શ્યામ મારો તુલસી રે માંગે